Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

અમદાવાદમાં પત્નીના અવસાનના ૩ મહિના બાદ પતિઅે ૧૨મા માળેથી છલાંગ લગાવીને મોત મીઠુ કર્યું

અમદાવાદઃ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે 12મા માળેથી મોતની છલાંગ લગાવી છે. આપઘાત કરનારા વ્યક્તિનું નામ સુરેશ ગૌડ હોવાનું બહાર આવ્યું છે. 58 વર્ષના સુરેશ ગૌડ ઓર્ચિડ રેસિડન્સીમાં રહેતા હતા, અને આજે સવારે તેમણે 12મા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીના અવસાન બાદ છેલ્લા ત્રણ મહિનાથી સુરેશભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેમની માનસિક સ્થતિ આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે હાલ તપાસ શરુ કરી છે.

(6:25 pm IST)
  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • કાબુલઃ ધર્મગુરૂઓની શાંતિ સભામાં આત્મઘાતી હુમલોઃ ૮ના મોતઃ ર૦૦૦ લોકો ઉપસ્થિત હતા access_time 4:21 pm IST