Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કામરેજ તાલુકાના વેલંજામાં તબીબ અને તેની પત્નીના ફોટો અશ્લીલ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અરેરાટી

કામરેજ:તાલુકાના વેલંજા ગામે ખાનગી હોસ્પિટલ ચલાવતા તબીબ અને તેની પત્નીના ફોટા વાંધાજનક લખાણ સાથે વોટ્સઅપમાં વાયરલ થતાં તબીબે ગામના અન્ય તબીબ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મેસેજ વાયરલ કરનાર તબીબનાં પણ ગત ફેબુ્રઆરી માસમાં ફોટા વાયરલ થયા હતા. વેલંજા ગામે ખાનગી હોસ્પિટલ ચલાવતા તબીબને તા. ૮-૪-૧૮ના રોજ દર્દી ભરતભાઇએ જાણ કરી કે તમારા વાંધાજનક લખાણ સાથેના ફોટા મારા વોટ્સએપમાં આવેલા છે. તબીબે ભરતભાઇ પાસે ફોટા પોતાના મોબાઇલ પર મંગાવીને જોયું હતું. તબીબે જાતે તપાસ કરતા ભરતભાઇને ફોટા મોકલનાર અને તેના પર મોકલનારના મોબાઇલ નંબર પર ફોન કરતા એક મહિલાએ ફોન ઉપાડયો હતો. મહિલાએ તબીબને જણાવ્યું કે, મારી દિકરીને વેલંજા ગામે આવેલી અન્ય એક ખાનગી હોસ્પિટલ પર સારવાર માટે દાખલ કરી હતી ત્યારે ત્યાંના તબીબે સતત બે દિવસ મારો ફોન લઇ દવા મંગાવવાના બહાને કશું કર્યું હતું, જે મને ખબર નથી. જે આધારે તબીબે ગામની ખાનગી હોસ્પિટલના તબીબ વિરૃદ્ધ કામરેજ પોલીસમાં વાંધાજનક બદનામીભર્યા લખાણ સાથે ફોટા વોટ્સઅપ પર વાયરલની ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 

(5:27 pm IST)
  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • પેટ્રોલમાં કીટરે 14 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,18 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,08 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા ચાર દિવસથી થતા ઘટાડામાં આ સૌથી વધુ ઘટાડો છે access_time 2:18 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST