Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ખેડા તાલુકાના કલોલીમાં વીજ કરંટ લાગતા 25 વર્ષીય યુવાનનું મોત

ખેડા: તાલુકાના કલોલી હરિજનવાસમાં રહેતા યુવાનને ગઈકાલે રાત્રે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના કલોલી હરિજનવાસમાં રહેતો ભરતભાઈ રોહિતભાઈ સોલંકી ગઈકાલે રાત્રે ઘરના ધાબા ઉપર હોલ્ડરમાં પંખાના પ્લગ નાખી વાયરનો એક છેડો હાથમાં હતો અને એકાએક સ્વીચ ચાલુ કરતા વીજ કરંટ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી બૂમાબૂમ થતા પરિવારજનોએ તુરંત જ ભરતભાઈ સોલંકી (ઉંમર ૨૫ વર્ષ)ને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરત સોલંકીને મૃત જાહેર કર્યો હતો.

(5:24 pm IST)