Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ખેડા તાલુકાના ગોબલજ નેશનલ હાઇવે પર ટ્રક-મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજા

ખેડા: તાલુકાના નેશનલ હાઈવે નં. ૮ ગોબલજ નજીક ગત રાત્રે ટ્રક મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના ગોબલજમાં રહેતા રીયાઝ હુશેનમીયાં શેખ ગત તા. ૧-૬-૧૮ની રાત્રે મોટર સાયકલ નં. જીજે ૭ બીકે ૯૬૯૩ લઈને નેશનલ હાઈવે નં. ૮ પરથી જઈ રહ્યા હતા ત્યારે ગોબલજ વોટર પાર્ક નજીક પૂરઝડપે આવેલ ટ્રક નં. જીજે ૧૩ વી ૫૩૩૬ ધડાકાભેર મોટર સાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઈક ચાલક રોડ ઉપર ફંગોળાઈ જતા રીયાઝ શેખને ઈજા થઈ હતી. આ બનાવ અંગે રીયાઝ હુશેનમીયાં શેખની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
 

(5:24 pm IST)