Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે ફરી શંકર ચૌધરી

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની પ્રતિષ્‍ઠાભરી ચૂંટણીમાં ડેરીના ચેરમેનપદે પૂર્વ રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેનપદે માવજીભાઇ દેસાઇની વરણી કરવામાં આવી છે.

રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી શંકર ચૌધરી માટે ચેરમેન પદ જાણવી રાખવા માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો. કારણ કે 2017માં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. બાદમાં તેની પાસે હાલ ચેરમેન પદ મહત્વનું માનવામાં આવે હતું. ત્યારે તેની પુન:વરણી થતાં ખુશી જોવા મળી રહી છે.

2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત્તાનું જ અસ્તિત્વ હતું. જોકે તેમના નેતૃત્વમાં ડેરીએ પ્રગતિના અનેક સોપાન સર કર્યા છે. પશુપાલકોને દૂધ વધારો તેમજ હની પ્રોજેક્ટ ભાવ વધારો જેવા અનેક સારા નિર્ણયો કર્યા છે.

ઉલ્લેનિય છે કે બનાસ ડેરીમાં 3 લાખ જેટલા પશુપાલકો દૂધ ભરાવે છે. ડેરીમાં રોજની 50 લાખ લીટર દૂધની આવક છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત 9-10 હજાર કરોડનું છે. બનાસ ડેરી માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે.દૂધની બનાવટમાં બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી માનવમાં આવે છે. બનાસ ડેરીના પાલનપુરમાં 3 મોટા મોટા પ્લાનટ આવેલા છે. ત્યારે ફરી ચેરમેન પદે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન પદે માવજી દેસાઈની વરણી થઈ છે.

(6:21 pm IST)