Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પાટણના ગોખાતરમાં યુવતિ ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ શખ્સની ધરપકડ

પાટણ તા.૪: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતરમાં યુવતિનું અપહરણ કરીને લઇ જઇ તેની ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ શખ્સને ઝડપી લેવાયો છે.

આ ઘટનાથી પંથકની ઠાકોરસેના લાલધુમ થઇ ગઇ હતી ૨૦૦ ઉપરાંત યુવાનો ગોખાતર ગામે ઘસી આવતા પરિસ્થિતિ સ્ફોટક બની જવા પામી હતી. કયારે અશાંતિ ફેલાઇ જાય તે કહી શકાય તેમ નહતું. પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. જિલ્લા પોલીસ વડા અશ્વીન ચોેૈહાણ રાધનપુર એ.સી.પી. પાર્થરાજ ગોહિલ તેમજ જિલ્લા પોલીસનો કાફલો એસ.આર.પી. સહિત ગોખાતર ગામમાં ગોઠવાઇ જવા પામ્યો હતો. જિલ્લા પોલીસે ઠાકોર સેનાના ૨૪ કલાકના અલ્ટીમેટમને આરોપીને પકડવા ચાર ટીમો બનાવી સમગ્ર પંથક ખુંદી નાખ્યો અંતે કચ્છના નાનારણ વિસ્તારમાં સમી તાલુકાના અદગામ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.

સગીરાને તેના પંજામાંથી છોડાવી ડોકટરી તપાસ કરાવી તેના સગાવહાલાઓને સોંપી દીધાનું માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારે  આરોપી સાહિલની જરૂરી પુછપરછ કરી આજે નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. ગામમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીની એક ટીમ તેમજ  પોલીસ જવાનો ને ગોઠવવામાં આવ્યા છે.

(3:57 pm IST)