Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દેશ અને રાજ્યમાં કોમી હિંસા ભડકાવવાનો વધુ એક પિશાચી પ્રયાસ : સોશ્યલ મીડિયામાં નરાધમએ વાયરલ કર્યો ઝેર ઓકતો વિડીયો : સમાજના તમામ વર્ગને આવા જધન્ય પ્રયાસમાં ન ફસાવવા શ્રેષ્ઠીઓની અપીલ : સરકાર આવા લોકોને તાત્કાલીક પકડીને પાઠ ભણાવે તેવી ઉઠી લોકમાંગ

રાજકોટ : હાલના સમયમાં, સોશ્યલ મીડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ શકે છે તેના કરતા દુરઉપયોગ વધુ થઈ રહ્યો છે. સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવા, કોમી તનાવ ઉભો કરવા કે કોઈને પણ વ્યક્તિગત હલકો ચીતરવા જેવી પિશાચી પ્રવૃતીઓ માટે અમુક નરાધમો સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ કરી રહ્યાનું દેખાઈ રહ્યું છે.

આવોજ એક વધુ જધન્ય પ્રયાસ ફરી એકવાર સામે આવ્યો છે. સોશ્યલ મીડિયામાં વધૂ એક આવો પિશાચી વાણી ઓકતો વિડીયો ફરતો કરવામાં આવ્યો છે. વિડીયોમાં એક ચોક્કસ કોમ માટે ખુબજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ ધર્મપ્રેમી વ્યક્તિ, આ વિડીયો જોઇને તરતજ ઉશ્કેરાઈ શકે છે, પણ સમજદાર વ્યક્તિઓ આ વિડીયો જોઇને તરતજ સમજી શકે છે કે આ વિડીયો ફક્ત ને ફક્ત બે કોમ વચ્ચે વેમનષ્ય ફેલાવવા માટેજ કોઈ નરાધમે બનાવ્યો છે, જેને સમાજના ભાગલા પડાવવામાજ રસ હોય શકે!! અને હવે લોકોએ પણ પોતે સમજવાની જરરુ છે કે આવા પિશાચી વિડીયો કે અફવાહો ફેલાવનાર લોકોને કોઈ નાત કે જાત સાથે લેવાદેવા નથી હોતો, એ લોકો તો બસ સમાજમાં અરાજકતા જ ફેલાવામાં માનતા હોય છે.

સમયાંતરે આવા અભદ્ર વિડીયો અને અફવાહો ફેલાવનારાઓને સરકાર તાત્કાલીક અસરથી પકડી ને ઉગતાજ ડામી દે તેવી તીવ્ર લોકમાંગ ઉભી થઈ છે. તો બીજી તરફ સમાજ શ્રેષ્ઠીઓએ પણ જાહેર જનતાને અપીલ કરી છે કે આવા વિડીયો વાયરલ - ફરતા કરવાના એ નરાધમોના મનસુબાનો સાથ આપવા કરતા, લોકો આવા વિડીયો કે અફવાને બીજાને ફોરવર્ડ કરવા કરતા, ડિલીટ જ કરી નાખે, જેથી આપણો સમાજ અખંડ રહે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આવા નરાધમ લોકો વિરુદ્ધ ક્યારે અને કેવા પગલા ભરશે???

(3:33 pm IST)
  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST