Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કડી -દેત્રોજ રોડ પર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતમાં કારચાલકનું મોત : એક ગંભીર

કડી-દેત્રોજ રોડ પર  ટેમ્પો ટ્રાવેલ્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એક યુવાનને ગંભીર ઇજા થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

  મળતી માહિતી મુજબ દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામનો રહીશ અને હાલ કડીમાં રહેતો ઇલેકટ્રીક કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતો રવિ ગજ્જર તેેના પિતરાઇ ભાઇ મયંક સાથે અલ્ટો કારમાં કડી તરફ જઇ રહ્યો હતો ત્યારે ઢોરિયાના પાટિયા પાસે ટેમ્પો ટ્રાવેલ્સ સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો, જેમાં રવિનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે મયંકને ગંભીર ઇજા થઇ હતી.

(12:39 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST

  • વડોદરા કોર્પોરેશ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી શરૂ : હરણી વારશિયા રીંગરોડ પરના સવાદ ખાતે દબાણ દુર કરાયાઃ ૧૩.૫ મીટરની એક લાઇન ખુલ્લી કરવા માટે ૧૧૦ દબાણો તોડી પડાયા access_time 3:56 pm IST