Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ :નવસારીમાં એકનું મોત

પાંડેસરામાં મકાનમાં પતરા ઉડ્યા : તાપી અને ભરૂચમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થયું હતું ગઈકાલે રાત્રે 3 વાગ્યા બાદ સુરતમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ ખાબક્યો હતો તોફાની વરસાદના કારણે જલાલપોરનાં કરખટ ગામથી કરૂણ ઘટના સામે આવી છે. નવસારીમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં ભારે વાવાઝોડાના કારણે એક છાપરું ઉડ્યું હતું. અને સુનિલ નામના યુવકનું મોત થયું હતું. પાંડેસરા વિસ્તારમાં કાચા મકાન પરના પતરા ઉડ્યા છે. તો તાપી અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વિજ પુરવઠા પર અસર થઈ છે.

(9:50 pm IST)