Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાધનપુરમાં યુવતી પર ગેંગરેપ :ત્રણ શખ્શો વિરુદ્ધ વિરુદ્ધ ફરિયાદ

અલગ અલગ શહેરમાં લઇ જઈ ધમકી આપી પીંખી નાખી :દાગીના પણ લૂંટી લીધા

 

રાધનપુરમાં યુવતી સાથે ગેંગરેપ થવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે રાધનપુરમાં 20 વર્ષીય યુવતીએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે અલગ-અલગ શહેરોમાં લઇ જઇને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ વિરોધ કરતા તેને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત આરોપીઓએ યુવતી પાસે રહેલા દાગીનાઓ પણ લૂંટી લીધા હતા.

   પોલીસે ફરિયાદ નોંધીને યુવતીને ધારપુર મેડિકલ તપાસ માટે મોકલી હતી. ઘટનાને લઇને પોલીસે આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

(10:58 pm IST)