Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાનવાળાને લોભામણી સ્કીમ આપી બ્રોકરે 24 લાખનો ચૂનો લગાવ્યો

વડોદરા:ગોત્રી વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા યુવકને પાન ખાવા આવતા શેર બ્રોકર સાથે મિત્રતા થયા બાદ બ્રોકરે ઇન્સ્વેસ્ટમેન્ટની સ્કીમ બતાવી બમણી રકમ કરવાને બહાને પાનવાળાને રૃા.૨૪.૫૦ લાખનો ચૂનો ચોપડતા તેણે બ્રોકર અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. સયાજીગંજ વિસ્તારની શાલીમાર સોસાયટીમાં રહેતા સુભાષ તુકારામ મોરેએ પોલીસને જણાવ્યું છે કે,વર્ષ-૨૦૦૮માં અવારનવાર પાન ખાવા આવતા હાર્દિક અરૃણભાઇ બ્રહ્મભટ્ટ સાથે પરિચય થયો હતો.તેમણે નડિયાદ રહેતા હોવાની અને બ્રિક્સ સિક્યોરિટીઝ લિ.ની ફ્રેન્ચાઇઝી લઇ શેર-કોમોડિટીનું કામ કરતા હોઇ અનેક લોકોના નાણાં થોડા જ સમયમાં બમણાં કર્યા હોવાની વાત કરી હતી. મને પણ ઓફર કરતા તા.૪-૧૧-૨૦૦૮માં રૃા.૧૩ હજારનું રોકાણ કર્યુ હતુ જેની સામે મહિને રૃા.૨ હજારનું વ્યાજ આપ્યુ હતુ.મને વિશ્વાસ બેસતા વર્ષ-૨૦૧૧ સુધીમાં ચેક-ડ્રાફ્ટથી રૃા.૧૬.૩૭ લાખ અને કેશ રૃા.૨.૫૦ લાખ આપ્યા હતા.મને વધુ કાંઇ સમજ પડતી નહી હોઇ હાર્દિક બ્રહ્મભટ્ટે તમારી દલાલી વધુ ન જાય તે માટે તેની પત્ની મિત્તલ સાથે ભાગીદારી કરવાની ઓફર કરી હતી.જે પેટે મેં રૃા.૧૦ લાખ ચૂકવ્યા હતા.

(5:40 pm IST)