Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વાયના નેટવર્ક સહીજીએસટી નામનું કલાઉડ આધારિત એકિટવ સર્વર નેટવર્ક સંપાદિત

જીએસટી સેવાની તકોમાં વધારો થશે

 અમદાવાદઃ ભારતનું સૌથી મોટા થર્ડ પાર્ટી ટૂંકા ગાળાના નાણાકીય પ્લટેફોર્મ વાયના નેટવર્કે જીએસટી રિટર્ન ફાઈલિંગ અને તેના પાલન માટે સહી જીએસટી નામની કલાઉડ આધારિત એપ્લિકેશનના સંપાદનની જાહેરાત કરી હતી. આ સંપાદનને કારણે વાયના નેટવર્કને જીએસટી અને ઈ-વે બિલ સ્પેસમાં પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવાની તક મળશે. ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સ (સીએ), કોર્પોરેટ્સ અને નાના તથા મધ્યમ ઉદ્યોગો (એસએમઈસ) દ્વારા સહીજીએસટી સોફટવેરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

સહીજીએસટીની સ્થાપના દિનેશ તેજવાની, અંકુર અગરવાલ, ધ્રુવ પટેલ, તીર્થેશ ગણાત્રા અને કેયુર શાહે ૨૦૧૬માં ઉતરાર્ધમાં કરી હતી. એપ્લિકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસ (એપીઆઈસ) દ્વારા ગ્રાહકોના જીએસટી રિટર્ન જીએસટી નેટવર્ક (જીએસટીએન)ને મોકલવા માટે મદદરૂપ થનારું ભારતનું પ્રથમ એકિટવ સર્વર નેટવર્ક છે. આ સંપાદન બાદ સહસ્થાપક તીર્થેશ ગણાત્રા વાયનામાં જોડાયા છે. વાયનાના પોર્ટફોલિયોમાં સહીજીએસટી લાવવાથી હાલના ઉત્પાદનોની વિશિષ્ટતા અને લાઈસન્સમાં કોઈપણ પ્રકારના ફેરફાર વિના ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓમાં વધારો થશે. સહીજીએસટી વાયના નેટવર્કનો પોર્ટફોલિયો ગણાશે અને હાલના ગ્રાહકોને વાયના જીએસપી (જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ- પસંદગીની સામાન્ય સિસ્ટમ)નો લાભ મળશે.

(3:54 pm IST)