Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરતમાં GIA ઈન્ડિયા કલાસરૂમ

 અમદાવાદઃ જીઆઈએ ઈન્ડિયા સુરતમાં મે મહિનાની શરૂઆતમાં એક નવો કલાસરૂમ ખોલવા માટે તૈયાર છે. નવો કલાસરૂમ ડાયમંડ્સ, કલર્ડ સ્ટોન્સ, મોતી, જવેલરી ડિઝાઈન્ અને મર્ચન્ડાઈઝિંગમાં કાર્યક્રમો આપશે, જે વિદ્યાર્થીઓ વ્યાવસાયિકો અને બિઝનેસ ઓનર્સને મળી અને જવેલરી ઉપયોગમાં સફળ થવા માટે વિશિષ્ટ કુશળતા પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. સુરતમાં પિપલોદમાં આવેલ કલાસરૂમ તેની અધ્યતન સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓના શિક્ષણનો અનુભવ વધારશે.

જીઆઈએ અને મિડલ ઈસ્ટના મેનેજિંગ ડાયરેકટર નિરૂપા ભટ્ટે જણાવ્યું કે, સુરતએ એક જવેલરી મેન્યુફેકચરીંગ અને રિટેઈલ ડેસ્ટિનેશન તરીકે વિકસિત છે- સ્થાનિક વેપારને પ્રશિક્ષિત અને શિક્ષિત ડીઝાઈનરો, વેપારીઓ અને જેમોલોજીસ્ટની જરૂર છે.

(3:54 pm IST)