Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નકલી હોલમાર્કનું સોનુ વેચતા ૩ સોની વેપારી પર રેડ

BISએ ૩.૨ કિલો સોનાના દાગીના જપ્ત કર્યાઃ વેપારીઓને ૨ લાખ દંડ, ૨ વર્ષની જેલ થઇ શકે છે

અમદાવાદ તા. ૧૬ : માણેકચોકના સોની બજારમાં નકલી હોલમાર્ક વાળુ સોનું વેચાતુ હોવાની બાતમીના આધારે બીઆઇએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ)ના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેના આધારે ભાગ્ય ગોલ્ડ લિમિટેડ, આર.એસ ગોલ્ડ અને એસ સ્વર્ણ શિલ્પમાં રેડ કરીને નકલી હોલમાર્કવાળા સોનાના દાગીના ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટાપ્રમાણમાં નકલી હોલમાર્ક લગાડેલું ૩.૨ કિલોગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.

ભારત સરકાર દ્વારા કિંમતી ધાતુઓના વેચાણ પર બીઆઇએસ હોલમાર્ક ફરજિયાત બનાવી દેવાયા છેે. આ કાયદાનું પાલન નહી કરનાર વેપારીઓ પર ૨ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષ જેલની સજાની જોગવાઇ કરાઈ છે.

(2:20 pm IST)