Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બહુચરાજી: બોરેવેલમાં ફસાયેલ બાળકીને રેસ્ક્યુ કરીને બચાવી લેવાઈ

ખુલ્લા 20 ફૂટના ઊંડા બોરમાં ફસાયેલ મજુરની બાળકીને રેસ્ક્યુ ટીમે બાજુમાં 20 ફૂટ ખાડો કરીને બચાવી

મહેસાણા  જીલ્લાના બહુચરાજીમાં બોરવેલમાં પડી ગયેલ બાળકીને બચાવી લેવાઈ છે બોરવેલમાં બાળકી પડી જતાં રેસ્ક્યૂ કરીને તેને બચાવી લેવામાં આવી છે. આ ઘટના બહુચરાજીના હંસલપુર અને નાવિયા ગામ વચ્ચે બની હતી.

   જાણવા મળ્યા મુજબ આ બાળકી રમી રહી હતી તે દરમિયાન તે આ બોરવેલમાં પડી ગઈ હતી. અને 20 ફુટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. જોકે રેસ્ક્યૂની ટીમે બાજૂમાં 20 ફૂટ ઉંડો ખાડો કરીને બાળકીને બચાવી હતી અને બોરવેલમાંથી બહાર કાઢી હતી.

આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કારણ કે આ બોરવેલને ખુલ્લો રાખવામા આવ્યો હતો.

(12:55 pm IST)