Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વડોદરામાં રબારી સમાજની 'VPL - 2018'' ક્રિકેટ ટુર્નામેન્ટ :વિજેતા ટીમને પુરષ્કારમાં અપાઈ ગાય

વડોદરા :શહેરમાં રબારી સમાજ દ્વારા દર વર્ષની માફક VPL-2018 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ જેમાં વિજેતા ટીમને પુરસ્કારમાં ગાય આપવામાં આવી હતી. ગાય માતા પ્રત્યે લોકોમાં આદર વધે તે હેતુથી વિજેતા ટીમે આ પ્રકારની ભેટ આપવામાં આવે છે તેવું આયોજકોનું કહેવું છે
 વડોદરાના લાલબાગ નજીક આવેલા એસઆરપી ગૃપ-1 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રબારી સમાજ દ્વારા VPL-2018 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. સામાન્ય રીતે ક્રિકેટ સહિતની ટુર્નામેન્ટ્સમાં વિજેતા ટીમો અને પ્લેયર્સને ઇનામનાં રૂપમાં ટ્રોફી કે અન્ય પુરસ્કારો આપવામાં આવે છે. પરંતુ વડોદરામાં યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને પુરસ્કારનાં રૂપમાં ટ્રોફી નહીં પરંતુ ગાય આપવામાં આવી હતી.

(11:58 am IST)