Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરતના મહુવા નજીક ગુણસવેલ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ મિત્રોના કમકમાટી ભર્યા મોત

નવું બાઈક લીધું હોય મિત્રોને બેસાડી ગુણસવેલથી ઝેરવાવરા જતા રસ્તામાં કાળ ભેટ્યો :એક જ ગામના ત્રણ યુવાનોના મોતથી ઘેરો શોક

સુરતના મહુવા નજીક ગુણસવેલ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ મહુવા તાલુકાના કાંકરિયા ગામે રહેતા જીજ્ઞેશ અર્જુનભાઇ પટેલ નામના યુવાને નવું બાઇક લીધું હોઇ તેના બે મિત્રો અમિત મુકેશભાઇ પટેલ અને પરિમલ હસમુખભાઇ પટેલને બાઇક પર બેસાડી ગુણસવેલથી ઝેરવાવરા ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે આગળ જઇ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતા બાઇક ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઉપરોક્ત ત્રણેય મિત્રોનાં મોત થયાં હતાં.

    એક જ ગામના ત્રણેય યુવાનોનાં એક સાથે મોત થતા ગામમાં શોકની લાગણી છવાઇ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

(11:57 am IST)