Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગોધરાના છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણના મોત

ગોધરાના છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આજે વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

    મળતી વિગત મુજબ પંચમહાલના ગોધરાના છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. ટ્રક ચાલકે સ્ટિંયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
   આ સમગ્ર મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને ટ્રકચાલક વિરૂદ્ધ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

(11:03 am IST)