Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આણંદના સરદારગંજની બાજુમાં બુસ કંપનીના ત્રણ દુકાનોમાંથી નકલી સ્પેરપાર્ટ મળી આવ્યા

આણંદ:શહેરના સરદારગંજની બાજુમાં આવેલી ત્રણેક જેટલી દુકાનોમાંથી બુસ કંપનીના બનાવટી સ્પેરપાટ્સ મળી આવતાં અંગે આણંદ શહેર પોલીસે કોપીરાઈટ એક્ટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં બુસ કંપનીના કેટલાક સ્પેરપાટ્સ બનાવટી વેચાઈ રહ્યા છે જેથી કંપનીના અધિકારીઓ આણંદ આવ્યા હતા અને પોલીસને સાથે રાખીને સરદારગંજની બાજુમાં આવેલા મારૂતિ કૃપા ઓટો મોબાઈલ, ભગવતી મોટર્સ તથા સૈની ઓટો ઈલેક્ટ્રીકલ નામની દુકાનોમાં તપાસ હાથ ઘરી હતી જેમાં બુસ કંપનીના બનાવટી બોક્સ તથા કિંમત લખ્યા વગરના થ્રીડી ડાયમંડશન લોગો વગરના તેમજ બારકોડ વગરના મળી આવ્યા હતા
ઈન્જક્ટર (ફ્યુઅલ મોટર)ઉપર મેડ ઈન જર્મની લખેલા નકલી ઈન્જક્ટર કુલ મળી ૧૮ નંગ મળી આવ્યા હતા. ઉપરાંત ૨૨ હજારની કિંમતના મળી આવેલા ગ્લો પ્લગ સાથે કુલ ૪૪૫૦૦ની મત્તા જપ્ત કરીને માલિકો શૈલેષકુમાર મોહનલાલ ઠક્કર, પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને અમનપ્રિતસિંગ વિક્રિમસિંગ સૈની વિરૂદ્ઘ શહેર પોલીસે કોપીરાઈટ એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:32 pm IST)