Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

દ્વારકાના પુરાતત્વ વિભાગના અધિકારીની વિવાદી પોસ્ટથી ગૂગળી સમાજમાં આક્રોશ :ફરજ મુક્ત કરવા માંગ :ઉગ્ર આંદોલનની ચીમકી

 

દ્વારકાના પુરાતત્વ વિભાગના અધિકારી સુરેશ શાહે સોશિયલ મીડિયા ફેસબુક પર વિવાદીત પોસ્ટ મુકતાં દ્વારકાના ગૂગળી સમાજમાં રોષ ફેલાયો છે.

   અધિકારી સુરેશ શાહે લખ્યું છે કે ઈશ્વર તો કબકા મર ચુકા હૈ. મંદિરો મેં અબ ઉસકી લાશ પડી હૈ. ઔર લાશ કે આસપાસ એક બડા બાજાર બના હુઆ હૈ પંડિત પુરોહિતો કા. પોસ્ટને લઈને ગૂગળી રોષે ભરાયો છે.

   સુરેશ શાહે ધાર્મિક લાગણી દુભાવી હોવાની ફરિયાદ સાથે મામલો મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં સુરેશ શાહને ફરજ મુક્ત કરવા ઉગ્ર માંગ કરી હતી. જો પગલાં નહીં લેવાય તો ગૂગળી સમાજે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે, દ્વારકા મંદિરની પૂજા અર્ચના ગૂગળી પરિવારો કરે છે.

   પાંચ મોક્ષ નગરીઓ પૈકીના એક એવા દ્વારકા જગત મંદિર અવારનવાર વિવાદમાં રહ્યું છે, ક્યારેક ધ્વજાજીના બુકીન્ગની બાબત હોય કે, હોય મંદિર પરિસરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ લઇ જવામાં લાગવગનો મામલો, કે પછી હોય મંદિરમાં આવેલ દાન દક્ષિણા બાબતે દેવસ્થાન સમિતિ અને પૂજા-અર્ચના કરતા પરિવાર વચ્ચે વહેંચણીની બાબત હોય, દ્વારકા ઘર્મ નગરી અવારનવાર વિવાદમાં રહી છે,
  
હાલ પણ દ્વારકાનગરી સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને લઈને વિવાદમાં આવી છે, અહીંની સ્થાનિક આર્ક્યોલોજી કચેરીના એક અધિકારી સુરેશ શાહ દ્વારા એક વિવાદિત પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પરની વોલમાં પોસ્ટ કરી છે, 'ઈશ્વર તો કબકા મર ચુકા હે, મંદિરો મેં અબ ઉસકી લાશ પડી હે ઓર લાશ કે આસપાસ એક બડા બજાર બના હુઆ હે પંડિત પુરોહીતોકા' - સ્વામી અરીહંતના વોલની પોસ્ટ અધિકારી શાહ દ્વારા સેર કરવામાં આવતા, એક કલાક બાદ વિવાદની શરૂઆત થઇ ગઈ હતી, પોસ્ટને લઈને અમુક વ્યક્તિઓએ પોતાની લાગણી તીખી ભાષામાં વ્યક્ત કરી આકરા પ્રતિભાવો આપ્યા, વાતને લઈને દ્વારકાના જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રામણ સમાજ ઉકળી ઉઠ્યો હતો.

   ગુગળી આગેવાનોએ તુરંત મીટિંગ બોલાવી બાબતનો સ્પસ્ટ ભાષામાં વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અધિકારી સામે સસ્પેન્સન સુધીના પગલા ભરવા અને ધાર્મિક લાગણી દુભાવી હોવાની ગુગળી અગ્રણીયોએ ફરિયાદ કરી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ત્રિલોકચન ઠાકર દ્વારા વિવાદિત પોસ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો કે, ખોટી વાત છે

(11:49 pm IST)