Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

શહેરાના ખેત તલાવડીમાં 99 લાખના કૌભાંડ મામલે જિલ્લા સેવા સદનમાં તપાસ

ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડની ઓફિસમાં કમર્ચારીઓના નિવેદન નોંધ્યા

 

પંચમહાલના શહેરા તાલુકામાં ખેત તલાવડી યોજનામાં ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડ દ્વારા 99 લાખના કૌભાંડ મામલે પોલીસે જિલ્લા સેવા સદનમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડની ઓફિસમાં કમર્ચારીઓના નિવેદન નોંધ્યા હતા .

   ભ્રષ્ટાચાર મુદ્દે નિગમના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે ત્યારે શહેરા પોલીસ દ્વારા ગોધરાના જિલ્લા સેવા સદનમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસે કચેરીના કર્મચારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરાના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કુશવાહની ફરજ તેમજ આવકજાવક અંગેની તમામ માહિતી મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

(11:48 pm IST)