Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પ્રવીણ તોગડિયાના અનિશ્ચિતકાળના ઉપવાસ પહેલા સંઘના પદાધિકારીઓ મળવા પહોંચ્યા ;એક કલાક બેઠક ચાલી

અમદાવાદ :પ્રવીણ તોગડિયાના અનિશ્ચિતકાળના ઉપવાસ પહેલા સંઘના પદાધિકારીઓ તેમને મળવા પહોંચ્યા હતા. લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જોકે સંઘના પદાધિકારી હરેશ ઠક્કરે કોઈ સ્પષ્ટતા કરી અને શુભેચ્છા મુલાકાત ગણાવીને મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. સંઘના ચિંતન ઉપાધ્યાય અને યશવંત ચૌધરી તોગડિયાને મળ્યા હતા.

     અમદાવાદમાં પ્રવીણ તોગડિયા આવતીકાલથી અનિશ્ચિતકાળ માટે ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યાં છે ત્યારે તે પહેલા સંઘના પદાધિકારીઓ સાથેની મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ સંઘના વિચારોને લઈને સંઘર્ષ કરવા ડોક્ટરી પ્રેક્ટિસ છોડીને નીકળ્યા હતાં. તેમણે મોહન ભાગવતના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સત્તા આવ્યા બાદ લાખો લોકોની કુરબાની પછી ગોધરા કાર સેવકોના મૃત્યુ વખતે કેમ કોર્ટ યાદ આવી તેવો સવાલ કર્યો હતો.

(11:33 pm IST)