Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બનાસકાંઠાના કંસાલી ટોલ ટેક્સ નજીક પીકઅપ ડાલામાંથી પોલીસે 4 લાખ 55 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

બનાસકાંઠા:ના કંસારી ટોલ ટેક્સ પાસેથી ડીસા રૃરલ પોલીસે નાકાબંધી કરી પીકઅપ ડાલા સહિત રૃા. ૪,૫૫,૭૦૦ નો વિદેશી દારૃ ઝડપી પાડયો હતો.

પો.ઈન્સ. જે.એચ. સિંધવ અને તેમની ટીમે ડીસા રૃરલ પો. સ્ટે.ના કંસારી ટોલ ટેક્ષ પાસે નાકાબંધી કરી પીકઅપ ડાલુ ગાડીમાંથી વિદેશી દારૃની કુલ બોટલ નંગ ૨૦૦૪ કિં. રૃા. ૨,૫૩,૨૦૦ તેમજ  ગાડીની કિં. રૃા. ૨,૦૦૦૦ તથા મોબાઈલ ૨ કિં. રૃા. ૨૫૦૦૦ એમ કુલ રૃા. ૪,૫૫,૭૦૦ નો મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઈ આસુજી વિશ્નોઈ, રહે. સાગડવા, જાલોર, પાંચારામ ગણપતલાલ વિશ્નોઈ, રહે. ડાવલ, જાલોરવાળાને પકડી પાડેલ છે અને ડીસા ગ્રામ્ય પો. સ્ટે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(8:00 pm IST)