Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

નવસારીમાં સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 8 શકુનિઓને રંગે હાથે ઝડપ્યા

નવસારી:શહેરનાંજ ગણેશસિસોદ્રા ગામે આવેલી એક સોસાયટીનાં મકાનમાં બાતમી આધારે પેરોલફર્લો  સ્કોવર્ડે છાપો મારી આઠ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. રોકડા રૃ।. ૧૭ હજાર, પાંચ બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૃ।. ૩.૧૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

નવસારી નજીકના ગણેશસિસોદ્રા ગામની અમીકુંજ સોસાયટીમા એક ઘરમાં તીનપત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પેરોલફર્લો સ્કવોડને મળી હતી. આથી પોલીસે  છાપો મારતા  આઠ જુગારીયા રૃપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ ગ યા હતા.

પોલીસે દાવ ઉપર લગાડેલા અને અંગઝડતી મળીને રોકડા રૃ।. ૧૭ હજાર કબ્જે કર્યા હતા. સાત નંગ મોબાઇલ અને પાંચ નંગ બાઇક સાથે કુલ રૃ।. ૩.૧૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.

પોલીસે જુગાર રમતા સંજય છોટુભાઇ સોલંકી (રહે. રાજીવનગર, ગણેશ સિસોદ્રા), સલીમ ગુલામભાઇ મંગેરા (રહે. ભેંસતખાડા, માછીવાડ, નવસારી), નિતેશ મનહરભાઇ પરમાર (રહે. રોહિતવાસ, કબીલપોર), હેમંત ગોપાળભાઇ ચૌહાણ  (રહે. દસ્તુરવાડ, નવસારી), જોની ડાહ્યાભાઇ રાઘવ (રહે. ગાંધીફળિયું, ગણેશસિસોદ્રા), મુસ્તાક મહમદ કપાસી (રહે. દસ્તુરવાડ, નવસારી), હિરેન મુકેશભાઇ સોલંકી (રહે. સીવીલ કોર્ટ સામે, ચીખલી) અને ભરત ડાહ્યાભાઇ સોલંકી (રહે. વિશાલનગરઇટાળવા)ની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.

(5:36 pm IST)