Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કતારગામમાં હીરાના વેપારી પાસેથી 2.76 લાખના હીરા ખરીદી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:કતારગામ બડા ગણેશ મંદિર પાસે આરજેડી બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી પાસેથી રૃ।. ૨.૭૬ કરોડના રફ હીરા ખરીદી ચેકનું સ્ટોપ પેમેન્ટ કરી કતારગામના હીરા વેપારીએ છેતરપિંડી આચરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસરોડ વી.આર. મોલ  પાસે વાસ્તુમ લકઝરીયા એ-૫ - ૩૦૨માં રહેતા રાજેશભાઇ ભગવાનભાઇ સુતરીયા કતારગામ બડાગણેશ મંદિર પાસે આરજેડી બિઝનેસ હબમાં હીરાની ઓફિસ ધરાવે છે.

ગત ૧૫ જૂન, ૨૦૧૭થી ૨૩ જૂન ૨૦૧૭ દરમિયાન હીરા વેપારી ઘનશ્યામભાઇ ગોરધનભાઇ સામલીયા (રહે. ૨૬, ચિત્રકુટ સોસાયટી, રાશી સર્કલ, ગજેરા સ્કૂલની બાજુમાં, કતારગામ, સુરત. મૂળ રહે. અમરેલી)એ રૃ।. ૨,૭૫,૮૭,૦૨૪ની કિંમતના ૧૮,૮૨૦.૫૪ કેરેટ રફ હીરા ખરીદયા હતા.

ઘનશ્યામભાઇએ  રાજેશભાઇને પેમેન્ટ પેટે ચેકો આપ્યા હતા. જો કે, બાદમાં તેનું પેમેન્ટ અટકાવી દીધું હતું. ત્યારબાદ પણ  પેમેન્ટ નહીં કરનાર ઘનશ્યામભાઇ વિરૃદ્ધ ભોગ બનનાર રાજેશભાઇએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.બી. મહેરીયાએ વધુ તપાસ  હાથ ધરી છે.

(5:35 pm IST)