Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સાબરકાંઠા અને સુરતમાં પતંગ મહોત્‍સવના પોસ્‍ટરમાંથી નીતિનભાઇ પટેલનો ફોટો કપાયો

અમદાવાદ પતંગ મહોત્‍સવમાં નાયબ મુખ્‍યમંત્રી સુચક ગેરહાજરી

અમદાવાદ : રાજયમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપનો વિજય થતા વિજયભાઇ રૂપાણીઅે મુખ્‍યમંત્રી પદે કાર્યભાર સંભાળ્યા બાદ ખાતા ફાળવણીના મામલે નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ રિસાયા બાદ તેઓના મનામણા તો થઇ ગયા હતા પરંતુ સાબરકાંઠા અને સુરતમાં આયોજીત પતંગ મહોત્‍સવમાં બનેરમાંથી નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં ફોટા ગાયબ થઇ જતા રાજકીય ચર્ચાઅે જોર પકડયું છે.

ગત સરકારમાં મુખ્યમંત્રી બદલાયા બાદ મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન ૫ટેલની વરણી કરાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી રાજ્ય સરકારના કોઇ૫ણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલના ફોટા સાથે લગાવવામાં આવતા હતાં. ૫રંતુ 2017 ની વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલી ભાજ૫ સરકારમાં નાણા મંત્રાલયના મામલે નીતિન ૫ટેલ રિસાયા બાદ હવે સરકારમાં તેના કદ ઉ૫ર કાતર મુકવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના બેનરમાંથી નીતિન પટેલ ગાયબ છે. નવી સરકાર રચાયા બાદ બેનરોમાં નીતિન પટેલને સ્થાન અપાતુ નથી. બેનરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દેખાય છે. ત્યારે જાહેર કાર્યક્રમનું બેનર ૫ણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. હાલ તો હકિકત શું છે ? તેને લઇને ભાજ૫ના કોઇ આગેવાન મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

અગાઉ અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવમાં તેમની સુચક ગેરહાજરી હતી. ત્યાર બાદ સુરતમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં લગાવવામાં આવેલા બેનરમાંથી ૫ણ નાયબ મુખ્યમંત્રીનો ફોટો ગાયબ હતો. આવા કેટલાક બનાવો બાદ નીતિન ૫ટેલ અને સરકાર તથા ભાજ૫ વચ્ચે તડા ૫ડ્યા હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. જો કે 99 બેઠકોની પાતળી સરસાઇ સાથે વિજેતા બનેલા ભાજ૫ સત્તા ટકાવી રાખવા માટે હાલ ખુબ સંયમ અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યો છે.             

 

(2:55 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST