Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વડોદરામાં અનેક મિલ્કતો વિધર્મીઓને વેચી દેતા ખળભળાટઃ વડાપ્રધાનને ફરીયાદઃ ગેરરીતી આચર્યાનો આક્ષેપ

વડોદરાઃ લવજેહાદ પછી વડોદરામાં લેન્ડ જેહાદે ચકચાર સર્જી છે. વાસણા રોડ પર સમર્પણ સોસાયટીની અનેક મિલ્કતો વિધર્મીઓને વેચી દેતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ વ્યકત કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ૧૦૦ જેટલી ફરીયાદો કરવામાં આવી છે.

પ્રા માહીતી મુજબ વડોદરાના ડભોઇ, કરજણ, પાદરા, સાવલી, વાઘોડીયા, સીનોર જેવા નાના શહેરોમાં પણ હિન્દુ મંદિરો ટ્રસ્ટોની જગ્યા યેનકેન પ્રકારે ખરીદવામાં આવતી હોવાનું ખુલતા લોકોમાં ચકચાર જાગી છે. શહેરની સમર્પણ સોસાયટી વાસણા રોડ ઉપરની અલગ અલગ સોસાયટીઓ અને વાડી તથા આજવા, રાજમહેલ રોડ, ફતેપુરા, પાણી ગેઇટ જેવા વિસ્તારોમાં ડીસ્ટર્બ એરીયા એકટ મુજબ હિન્દુની મિલ્કત કોઇ મુસ્લીમ ખરીદવા માંગે અથવા મુસ્લીમની મિલ્કત હિન્દુ ખરીદવા માંગે તો કલેકટરની પરવાનગી લેવી પડે છે. પરંતુ સમપર્ણ સોસાયટીમાં જ ૭ પ્રોપર્ટી વિધર્મીઓએ ખરીદી લીધી છે અને અન્ય દસ્તાવેજ માટે અરજીઓ પણ થઇ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મૌન રૈલી સ્વરૂપે લેન્ડ જેહાદ મુદ્દે તપાસ કરવા અને નોîધણી રદ કરવા તેમજ જા આમા ગેરરીતી આચરી હોય તો કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

(4:41 pm IST)