Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

તિલકવાડાના ગામો માટે અંદાજે રૂા.૫૦.૬૫ લાખના ખર્ચના ૫૪ જેટલા વિવિધ કામોના ખાતમૂહર્ત : ૧૩ જેટલા વિવિધ કામોના કરાયાં લોકાર્પણ

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીની ઉપસ્થિતિમાં દેવલીયાની પ્રાથમિક શાળા ખાતે "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો કાર્યક્રમ યોજાયો

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦ મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના ભાગરૂપે અંતિમ ચરણમાં આજે તિલકવાડા તાલુકાના દેવલીયા ગામની પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, તિલકવાડાના તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલ બેન તડવી,  જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણના સમિતિના અધ્યક્ષ શ્રધ્ધાબેન બારીયા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી, દેવલીયા ગામના સરપંચ નીતાબેન ભીલ, પ્રાંત અધિકારી  કે.ડી. ભગત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીનભાઇ શાહ, જિલ્લા અગ્રણી બાલુભાઈ બારીયા, જયેન્દ્રભાઇ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ સહિતની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી. ભારથીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સરકારના વિવિધ વિભાગોની અનેકવિધ  જનકલ્યાણકારી લક્ષી યોજનાઓની માહિતી લોકો ઘર આંગણે જ મેળવીને  વ્યક્તિ પોતે સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી દરેક વ્યક્તિ  સાચી અને સમયસર માહિતી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવાની સાથે  લોકોજાગૃતિ કેળવવામાં આવી રહી છે.
પ્રારંભમાં  તાલુકા વિકાસ અધિકારી આર.આર.બરજોડે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવાએ આભારદર્શન કર્યું હતું.      
કાર્યક્રમ પૂર્ણ થયે ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓની માહિતીની જાણકારી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથ દ્વારા ઓડીયો-વિડીઓ મારફતે મેળવી હતી. ત્યારબાદ ગ્રામ યાત્રાનો રથ તિલકવાડા તાલુકાના અગર અને તિલકવાડા ખાતે પરિભ્રમણ માટેની આયોજિત સૂચિ મુજબ દેવલીયા ખાતેથી પ્રસ્થાન કરાયો હતો.

(10:12 pm IST)