Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમદાવાદના યુવાને CAનો વ્યવસાય છોડી મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યું : 'પ્રોમિસિંગ સ્ટાર્ટ અપ ઓફ ધ યેર' નો એવોર્ડ મળ્યો

સ્ટાર્ટઅપના ટૂંકા ગાળામાં જ લાખો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની સ્થાપી દીધી : આજે 20 લોકોને રોજગારી પણ આપે છે

અમદાવાદના CA યુવકે સામા પ્રવાહે ચાલી મધ ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે. સ્ટાર્ટઅપના ટૂંકા ગાળામાં જ લાખો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની સ્થાપી દીધી છે. મધ ઉછેરમાં પરંપરાગત પદ્ધતિમાં ફેરફાર કરીને મધમાખીના ઉછેર થકી નવી પ્રોડક્ટસ લોન્ચ કરી છે. 15 લાખનું રોકાણ કરીને છ મહિનાના ટૂંકા ગાળામાં 30 લાખનું માર્કેટ વેલ્યુએશન ધરાવતી કંપની ઊભી કરી છે, સાથે જ મધમાખી ઉછેરના વ્યવસાય થકી આજે 20 લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.

પ્રતિક ઘોડાએ કહ્યું હતું કે, લગભગ 1 વર્ષ પહેલા ઓગસ્ટ 2020માં બી બેસ પ્રા. લિમિટેડની સ્થાપના થઇ હતી. જેનો મુખ્ય હેતુ હતો પ્રોડ્યૂકટીવ અને ઈનોવેટિવએ બિ કીપિંગ કરવું. ખેડૂતને મદદ કરવી કે જેમાં એના ઉત્પાદન માં 30% થી 50% સુધીનો વધારો કરવો અને યોગ્ય ગુણવતા વાળું શુદ્ધ મધ મેળવવું અને ગ્રાહક સુધી પોચાડવુ.આ સૈદ્ધાંતિક વિચારથી અમને જમીન સાથે એન્ડ ખેતી સાથે જોડતા આ કોન્સેપ્ટ પર કામ કરવાની એક નવી દિશા આપી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી આ એક વર્ષની નાની યાત્રામાં અમને સારો પ્રતિસાદ મળ્યો એન્ડ ઇન્ડિયન શીએવેર ફોરમ તરફ થી "પ્રોમિસિંગ સ્ટાર્ટ અપ ઓફ ધ યેર" નો એક એવોર્ડ પણ મળ્યો. રાષ્ટ્રીય સ્તરે એન્ડ થોડા જ સમયમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર "ગો ગ્લોબલ એવોર્ડ" તરફ થી ફૂડ એન્ડ સ્નેક્સ ની કેટેગરીમાં "ફ્રોન્ટરુનનેર" નો એવોર્ડ વોશિંગ્ટન ડીસી ખાતે આપવામાં આવ્યો જે કંપની, અમારી અને દેશ માટે એક ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય.

"એવોર્ડ સમિતિના વાળા ક્રિસ્ટલ પરકોન એ કહ્યું કે "એવોર્ડ મેળવવો એ નાનીસુની સિદ્ધિ નથી. કુલ મળીને વિશ્વ માંથી 178 દેશોમાંથી કુલ 6416 સબમિશન આવ્યાં હતાં"કોવિડ મહામારીની વચ્ચે બી બેસ જેવા એક સ્ટાર્ટ અપ એ જે લીડર શિપ, નવીનતા અને ખેડૂત કૉમ્યૂનિટીને મદદ કરવાનું જે સાહસ બતાવ્યું છે. તે પેહલા ક્યારેય જોયું નથી. બી બેસ ટીમ હવે એક નવીન દિશામાં આગળ વધવા અને હેલ્થ એન્ડ હૅપ્પીનેસ્સ તરફ વધુ ને વધુ ફાળો આપી શકે એન્ડ બને તેટલા લોકો ને સાથે જોડી શકે એવા ઉદેશ સાથે આગળ હરણફાળ ભરી રહ્યું છે.

(9:52 pm IST)