Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સુરતમાં સગીરા પર દુષ્કર્મ : લગ્નની લાલચ આપી શિયળ લુંટ્યું : ગર્ભવતી બનતા તરછોડી

સગીરાનું મોહમ્મદ સૈફ સલીમ સાથે છેલ્લા બે થી અઢી વર્ષથી લગ્નની લાલચે શારીરિક સબંધો

સુરતઃશહેરમાં ફરી એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. અગાઉ ઘર નજીક રહેતો મોહમ્મદ સૈફ સલીમ રુમાલવાલાએ પ્રેમ સંબંધ રાખી લગ્નની લાલચ આપી સગીરા પર આશરે ચૌદ વધું વખત બળાત્કાર ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી વિગત મુજબ સુરત શહેરના બેગમપુરા ખાતે આવેલ મુગવાન ટેકરા પાસે રહેતો મોહમ્મદ સૈફ સલીમે આશરે બેથી અઢી વર્ષ જેટલા સમયથી સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો.આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે પીડિતના પરિવારે તેની પુત્રીનું પેટ જોયું તો આગળની ભાગે ઉપસી આવેલ ત્યારે પરિવારે તેને પૂછતા જણાવેલ કે મારા પેટમાં દુખાવો થાય છે.

આ વાતને ગંભીરતાથી લઇ જ્યારે પરિવાર પુત્રી ને લઇ હોસ્પિટલે પહોચ્યું તો ત્યાંની હકીકત જાણી પરિવાર ચોંકી ગયું હતું. ફરજ પરના ડોક્ટરોએ જણાવેલ કી તમારી પુત્રી ગર્ભ થી છે અને તેને બત્રીશ અઠવાડિયા પાંચ દિવસનો ગર્ભ છે. આટલું સાંભળતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક પોલીસને આ વાતની જાણ કરેલ હતી.

પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ખબર પડી હતી કે સગીરાનું મોહમ્મદ સૈફ સલીમ સાથે છેલ્લા બે થી અઢી વર્ષથી લગ્નની લાલચે શારીરિક સબંધો માં જોડાયેલ હતી. પરંતુ અંતે તેને લગ્નની ના પાડી દીધેલ જેથી મે પણ તેની સાથે સબંધો પૂરા કરી દીધેલ હતા.

મારા પેટમાં અચાનાક દુખાવો શરૂ થતા મે મારા પરિવારને આ વિશે જાણ કરેલ હતી. હાલ તો મહિધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

(9:27 pm IST)