Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગાંધીનગરમાં મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ઓચિતું ચેકીંગ : ફાસ્ટ ફૂડ આઇટમો અને ઠંડાપીણાનું વજન/માપ નહિ દર્શાવાતા કાર્યવાહી

નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક બાબતોની કચેરીએ ગુનો નોંધી પ્રોસીક્યુશન કેસની કાર્યવાહી

ગાંધીનગર : નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક બાબતોની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીના નિરીક્ષકો દ્વારા તા-૨૦/૧૧/૨૦૨૧ના રોજ નિયંત્રકના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેરના મલ્ટીપ્લેક્ષ સિનેમાની ઓચીંતી મુલાકાત લઇ તપાસણી કરતાં સેક્ટર-૧૬ માં આવેલ INOX LEISURE LTD મલ્ટીપ્લેક્ષમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી ફાસ્ટફૂડની આઇટમો અને ઠંડા પીણા નું વજન/માપ નહી દર્શાવતાં ધ ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્‍ફોર્સમેન્‍ટ) રુલ્સ-૨૦૧૧ના ભંગ સબબ ગુનો નોંધી પ્રોસીક્યુશન કેસની કાર્યવાહી કરેલ છે.

(7:11 pm IST)