Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કલાકારોને પ્રદર્શન યોજવા રાજ્ય સરકાર સહાય આપશે

રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઅો હસ્તકની લલિત કલા અકાદમીની કચેરી દ્વારા ગ્રાફિક્સ, છબીકલા, શિલ્પકલા વગેરેના કલાકારોને તેમની કલાકૃતિઓના વ્યકિગત અને સામુહિક પ્રદર્શન માટે સહાય અપાશેઃ મહત્તમ રૂ.૨૫૦૦૦ ચુકવાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં યોજવા માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પાત્ર કલાકારો અરજીઓ કરી શકશે. કલાકારો કે જેમણે આર્ટ ટિચર્સ ડિપ્લોમા, ડિપ્લોમા ઇન ફાઈન આર્ટસની શૈક્ષણિક લાયકાત મેળવી હશે અથવા જે કલાકારે તેમની કલાકૃતિઓનું ઓછામાં ઓછુ એક વૈયક્તિક/સામુહિક પ્રદર્શન યોજેલ હશે તેવા કલાકારો આ યોજના માટે પાત્રતા ધરાવશે. અરજાફોર્મ સાથે કલાકારે તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડ/ચુંટણીકાર્ડની નકલ ફરજીયાત રજુ કરવાની રહેશે. આ યોજના હેઠળ રાજ્યમાં પ્રદર્શન માટે મહત્તમ રૂ. ર૫૦૦૦/- નિયમાનુસાર યુકવાશે. આ યોજનાના નિયમો તથા નિયત અરજીપત્રક સચિવશ્રી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન. ભાઈકાકા ભવન સામે, લૉ ગાર્ડન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ના સરનામેથી રૂબરૂ(રજાના દિવસો સિવાય) અથવા -: 2. પરથી મેળવી શકાશે. કલાકારે પોતાની કત્તિઓનું પ્રદર્શન ૧૫ માર્ચ-૨૦૨૨ સુધીમાં યોજવાનું રહેશે તથા અમદાવાદમાં પ્રદર્શન યોજવા માગતા કલાકારોને ગેલેરીની ઉપલબ્ધતાને ધ્યાને લઈ ગેલેરી ફાળવવામાં આવશે જેની નોંધ લેવી તથા અરજદારે અરજાફોર્મ સાથે કોવિડ-૧૯ની રસીના બીજાડોઝનું પ્રમાણપત્ર ફરજીયાત રજ કરવાનું રહેશે. વધુ વિગતો માટે લ!લેત્ડ કલા અકાદમીનો રૂબરૂ અથવા ફોન નં. ૦૭૯-૨૬૪ર૫૫૬૨ ઉપર સંપર્ક કરી શકાશે.

(6:09 pm IST)