Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ડિસેમ્બરમાં રાજ્યના સાહસિક યુવક-યુવતિઓ માટે સાગરકાંઠા પરિભ્રમણ કેમ્પઃ રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલ અનુસુચિત જાતિના ૧૦૦ યુવક-યુવતિઅોને પ્રવેશ

સરકારના ખર્ચે દાંડીથી ઉમરગામ સુધીના સાબરકાંઠા પરિભ્રમણનો ૧૦ દિવસનો કાર્યક્રમ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના અનુસૂચિત જન જાતિ (આદિજાતિ)ના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે દાંડી થી ઉમરગામ ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓ કે જેઓ તા. ૩૧/૧ર/ર૦ર૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારી નવસારી, સી બ્લોક, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, જુના થાણા, નવસારી-૩૯૬૪૪૫ ને તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે.

(૧) પુરૂ નામ /સરનામું ( આધાર કાર્ડ/ચુંટણી મતદાતા ઓળખકાર્ડ /રાજય,કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ કે યુનિવર્સીટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથારહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ /લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી. ૨(૨) જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર /શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી) (૩) શૈક્ષણિક લાયકાત / વ્યવસાય અંગેની માહિતી. (૪) પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ,હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત. (૫) વાલીનો સંમતી પત્ર.  (૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર. (૭) તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે. (૮) અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી.' પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની જાણ કરવામાં આવશે આ માટે કોઇ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહિ.

(6:08 pm IST)