Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વડોદરાના કપુરાઇ બ્રિજ નજીક પંક્ચર થયેલ ટ્રકનું ટાયર બદલાવતા ડ્રાઈવરનું અકસ્માતમાં મોત

વડોદરા: કપુરાઇ બ્રિજ ઉતરતા પંક્ચર થયેલા ટ્રકનું ટાયર બદલતા સમયે પાછળથી આવેલી ટ્રક ઉભેલી ટ્રકમાં ઘુસી જતા ટાયર બદલી રહેલો ડ્રાયવર ચગદાઇ ગયો હતો.અને તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું.જે અંગે વાડી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી  હાથ ધરી છે.

કેરેલાના પાલકાંડ જિલ્લાના કુલલ્મપપુતુરના અંપાડકૂડ હાઉસમાં રહેતા અરૃણકુમાર રામચંદ્ર નાયર ડ્રાયવિંગ કરે છે.છેલ્લા છ મહિનાથી  કે  કેરલમાં કોત મંગલમ  અર્નાકુલમ ઇવા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે.અને ઇવા લોજિસ્ટિકનું કન્ટેનર ચલાવે છે.તેની સાથે બીજા ડ્રાયવર તરીકે જોમેટ સ્કારીયા વીવી (રહે.વંજગાટુ પુથનપુરઇલ ,મેકાલપટા કંડમગલમ,તા. કોટા પાડમ,જિ.પાલકાંડ કેરેલા ) છે.ગત તા. ૧૬ મી એ પાલાકુડીથી ગાડીમાં શાકભાજી અને કરિયાણું ભરીને સાંજે છ વાગ્યે સામાન સુરત તથા વડોદરા ઉતારવા માટે નીકળ્યા હતા.તા.૧૮ મી એ સુરત ભેસ્તાન ખાતે સામાન ઉતારીને વડોદરા આવવા નીકળ્યા હતા.આજે વહેલી સવારે પાંચ વાગ્યે સુરત થી અમદાવાદ તરફ જવાના રોડ પર કપુરાઇ બ્રિજ ઉતરતા સમયે ગાડીનું ટાયર પંક્ચર થતા ગાડી ઉભી રાખી હતી.ડ્રાયવર સાઇડનું આગળનું ટાયર પંક્ચર હોય બંને ડ્રાયવર નીચે ઉતરી જેક ચડાવી ટાયર બદલતા હતા.તે દરમિયાન પાછળથી આવેલી એક  ટ્રક પાછળથી અથડાતા ટ્રકની નીચે ટાયર બદલતા ડ્રાયવર જોમેટભાઇ દબાઇ જતા તેઓને ગંભીર ઇજા થઇ હતી.

(5:13 pm IST)