Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વડોદરાના તરસાલી વિસ્તારમાં કોલ સેન્ટરમાં નોકરી કરતી યુવતીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા: તરસાલી વિસ્તારમાં રહેતી અને કોલ સેન્ટરમાં નોકરી કરતી ૨૧ વર્ષની યુવતીએ રહસ્યમય  સંજોગોમાં પોતાના  ઘરે જ દુપટ્ટાથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તરસાલી વિશાલનગરમાં રહેતી ૨૧ વર્ષની પ્રિયાકુમારી અખિલેશકુમાર દૂબે  ધો.૧૨ પછી કોલેજમાં અભ્યાસ કરતી હતી.પરંતુ,કોરોનાના કારણે લોકડાઉન થતા કોલેજ બંધ  હોય તેણે માંજલપુર વિસ્તારના એક કોલ સેન્ટરમાં નોકરી શરૃ કરી હતી.થોડાસમય પહેલા જ તેની સગાઇ થઇ હતી.અને આગામી ૧૮ મી ફેબુ્રઆરીએ તેના લગ્ન થવાના હતા.પરિવારે લગ્ન માટેની તૈયારીઓ પણ શરૃ કરી દીધી હતી.દરમિયાન ગત રાતે તેણે ઘરે સિલિંગ ફેનના હુક સાથે દુપટ્ટા બાંધીને આપઘાત કરી લીધો હતો.જે અંગે  પરિવારે મકરપુરા  પોલીસ સ્ટેશનને કરી હતી.મકરપુરા  પોલીસ સ્ટેશનના જેસીંગભાઇએ સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી હતી.પરંતુ,કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહતી.પોલીસે તેના મોબાઇલ ફોનની પણ તપાસ હાથ ધરી હતી.પરંતુ,આપઘાતનું કારણ જાણી શકાયું નથી.યુવતીના  પિતા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે.જ્યારે તેનો મોટો ભાઇ પણ તેની સાથે જ કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો.તે  પણ અપરિણીત છે.

(5:12 pm IST)