Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સુરતના પાંડેસરામાં પત્નીને કામધંધાનુ કહેતા માઠુ લાગી આવતા પતિએ ચપ્પુથી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

સુરત : શહેરના પાંડેસરામા પત્નીએ પતિને કામ ધંધો કરવાનું કહેતા માઠું લાગી આવતા યુવાને જાતેજ પોતાની છાતીમાં  ચપ્પૂનો ઊંડો ઘા મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે આવેલ વિનાયકનગરમાં રહેતા 43 વર્ષીય માણિક ભાઇ ચીન્ટુભાઈ સાબળેએ ગુરૃવારે સાંજે ઘરમાં જાતે જ પોતાની છાતીમાં ચપ્પુ મારી લીધું હતું. જોકે ઘા એટલો ઊંડો વાગી ગયો હતો કે  લોહીલુહાણ થઇ ત્યાં જ તરફડીયા મારી રર્હ્યો હતો.આ જોઇને  પરિવારના સભ્યો તથા  સ્થાનિકોએ તરત   108 ને બોલાવી લીધી હતી. પણ 108 આવે તે પહેલા મોત થયુ હતુ. પોલીસે જણાવ્યું  કે ગતરોજ સાંજે  પત્નીએ પતિ માણિકને કામ ધંધો કરવા બાબતે કહ્યું  હતું. જેથી તેમને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ. જયારે બીજી તરફ માણિકભાઇ સંબંધી અને પરિચિત વ્યકિતએ આરોપ મુક્યા  કે  માણિક બાઇક પર જતો હતો. ત્યારે પોલીસે તેને રોક્યો હતો. જોકે બાઇકના કાગળીયા સહિતના મુદે પોલીસે  બાઇક મુકાવી દીધી હતી. બાદમાં  તે ટેન્શનમાં આવતા આ પગલુ ભર્યુ  હોવાની શક્યતા છે.  તે મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી  છે. તે અગાઉ  ફેકટરીમાં કામ કરતા હતા.જોકે હાલમાં  કોઈ કામ ધંધો  કરતા ન હતા . આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:11 pm IST)