Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે એસ.ટી.ના ચાલકે બાઇકને હડફેટે લેતા પતિનું મોત:પત્ની ઈજાગ્રસ્ત

મહેમદાવાદ:તાલુકાના સિહુંજ ગામના દંપતિને આજે નડિયાદના કપડવંજ રોડ ઉપર એક એસ.ટી.ના ચાલકે અડફેટે લીધા હતા. જેને કારણે બંને પતિ પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં સારવાર દરમ્યાન પતિનું મોત નિપજ્યું હતું. આથી પત્નીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સિહુંજ ગામે ૩૫ વર્ષિય મહેશભાઇ કાંતિભાઇ પરમાર રહે છે. તેઓ આજે બપોરના સુમારે તેમની પત્ની સંગીતાબેન સાથે મોટરસાયકલ પર સિહુંજથી નડિયાદ આવવા નીકળ્યા હતા. અંદાજે સાડા ત્રણના સુમારે તેઓ નડિયાદના કપડવંજ રોડ પર આવેલ એસ.ટી.વર્કશોપ આગળથી પસાર થતા હતા. તે સમયે વર્કશોપમાંથી અચાનક એક એસ.ટી. બસ પૂરઝડપે નીકળી હતી. જેને પોતાની બસ ગફલતભરી રીતે હંકારી મહેશભાઇની બાઇકને અડફેટે લીધી હતી. જેને કારણે મહેશભાઇ અને સંગીતોબન બસ નીચે પટકાયા હતા. લોહીલુહાણ થયેલા મહેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી ગભરાયેલા સંગીતાબેને બૂમાબૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને મહેશભાઇને ૧૦૮ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

(5:08 pm IST)