Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગાંધીનગરમાં ચિલોડા હાઇવે નજીક એલસીબીની ટીમે બાતમીના આધારે 14.79 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગ:જિલ્લામાં ચિલોડા હાઈવે ઉપરથી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દારૃ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર એલસીબી-રની ટીમે બાતમીના આધારે હરીયાણાથી અમદાવાદ જતાં કન્ટેનરને ઝડપી લીધું હતું અને ઈપીઈ કીટની આડમાં લઈ જવાનો વિદેશી દારૃ બિયરનો ૧૪.૭૯ લાખના જથ્થા સાથે હરીયાણાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનર મળી કુલ રપ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૃનો જથ્થો કયાં આપવાનો હતો તે જાણવા મથામણ શરૃ કરી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. બુટલેગરો અને ખેપિયાઓ દારૃ ઘુસાડવા માટે અવનવી મોડેશ ઓપરેન્ડીનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે કન્ટેનરમાં વિવિધ ચીજવસ્તુઓની આડમાં દારૃ લવાતો હોય છે. ખાસ કરીને હરીયાણા અને રાજસ્થાનમાંથી શામળાજી બોર્ડરથી ચિલોડા-હિંમતનગર હાઈવે થઈ અમદાવાદ અને મધ્યગુજરાતમાં દારૃ પહોંચાડાતો હોય છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આ હાઈવે ઉપરથી દારૃ ભરેલા વાહનો પકડવા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે એલસીબી-ર પીઆઈ જે.એચ.સીંધવની સુચનાના પગલે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચિલોડા પાસેથી એચઆર-પપ-એમ-૨૨૦૬ નંબરનું કન્ટેનર ઝડપી લીધું હતું અને તેમાં ઈપીઈ કીટની આડમાં વિદેશી દારૃ અને બિયરનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ૧૪.૭૯ લાખના દારૃ બિયરના જથ્થાની સાથે પોલીસે ચાલક હરીયાણાના ખુરર્દજુઈના રાજેન્દ્ર છોટુરામ નાયકને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ માલ અસલાલી ખાતે લઈ જવાનો હતો અને ત્યાંથી ફોન આવે તે આધારે ડીલીવરી આપવાની હોવાનું કબુલ્યું હતું. પોલીસે કુલ રપ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હરીયાણાથી દારૃ કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં તેની ડીલીવરી કોણ લેવાનું હતું તે જાણવા માટે મથામણ શરૃ કરી છે.

 

(5:07 pm IST)