Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પત્ની આખો દિવસ દીકરીની પાછળ જ વ્યસ્ત રહે છે, તેથી શરીરસુખ મેળવવા અન્ય મહિલા સાથે અફેર કર્યું છે અને તે અવારનવાર તેના ઘરે જાય છેઃ અમદાવાદના એક દંપતીના 18 વર્ષના લગ્નજીવનને ભંગાણ થતા અભયમની ટીમને બચાવ્યું

અમદાવાદ: સોશિયલ મીડિયાના બદલાતા ટ્રેન્ડમાં હવે અનેક લોકોના લગ્ન જીવન ભંગાણના આરે આવી રહ્યાં છે. દંપતી વચ્ચેના ચાર દિવાલો વચ્ચેના ઝઘડા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચવા લાગ્યા છે. જોકે, કેટલાક કિસ્સામાં કાઉન્સેલિંગ દ્વારા લગ્ન જીવન ફરીથી પાટા પર આવે છે. આવા જ કિસ્સા અભયમ હેલ્પલાઈનની ટીમ પાસે આવતા હોય છે. ત્યારે અમદાવાદના એક દંપતીના 18 વર્ષના લગ્નજીવનને ભંગાણ થતા અભયમની ટીમને બચાવ્યું છે.

18 વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ અભયમની ટીમને એક મહિલાએ ફોન કરીને કહ્યુ હતું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને એને કારણે લગ્નજીવન તૂટવાને આરે છે. મારું 18 વર્ષનું લગ્ન જીવન તૂટવાના આરે આવી ગયુ છે અને અમને એક 10 વર્ષની દીકરી પણ છે. મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માટે પહોંચી હતી. ત્યારે અભયમની ટીમ મહિલાના ઘરે મદદ માટે પહોંચી હતી.

દીકરીએ પિતાને વીડિયો કોલ પર રંગેહાથ ઝડપી

મહિલાએ ટીમને જણાવ્યું કે, તેના પતિના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે. તેથી તે મને રોજ મારે છે. દીકરીને પણ ધમકાવે છે. મારી દીકરીએ તેના પિતાને વીડિયો કોલ પર વાત કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. મારા પતિના ફોન દ્વારા મને તેમના અન્ય સંબંધ વિશેની જાણ થઈ હતી. આ વિશે મેં તેમણે પૂછતા તેમણે મોબાઈલ તોડી નાંખ્યો હતો. મોબાઈલમાંથી માહિતી ન મળે એટલે ફોન તોડ્યો હતો. જેથી અમારા વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેનો ઝઘડો વધી જતા આજુબાજુના લોકો ભેગા થયા હતા. જેથી પાડોશીઓ પણ મહિલાની મદદે આવ્યા હતા. પાડોશીઓએ મહિલાને અભયમની મદદ લેવાની સલાહ આપી હતી.

પતિનો ખુલાસો

જોકે, મહિલાની વાત સાંભળ્યા બાદ અભયમની ટીમે તેના પતિ પાસે સાથે વાત કરી હતી. જેણે કહ્યું હતું કેતેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી. પત્ની આખો દિવસ દીકરીની પાછળ જ વ્યસ્ત રહે છે. તેથી શરીરસુખ મેળવવા અન્ય મહિલા સાથે અફેર કર્યું છે અને તે અવારનવાર તેના ઘરે જાય છે.

પતિની આ વાત સાંભળીને પત્ની રડી પડી હતી. જોકે, તેણે છૂટાછેડા લેવાની જીદ કરી હતી. પરંતુ અભયમની ટીમે તેને સમજાવી હતી. તેમજ પતિ પાસેથી લેખિતમાં લખાવડાવ્યુ હતું કે, તે અન્ય સ્ત્રી સાથે સંબંધ નહિ રાખે. પતિના ખુલાસા બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો અને મહિલા તેના પતિ સાથે રહેવા સહમત થઈ હતી.

(4:46 pm IST)