Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સિમ્સ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ૧૫૦ પેડિયાટ્રિક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટસ

(કેતન ખત્રી), અમદાવાદઃ સિમ્સ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ૧૫૦ પેડિયાટ્રિક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને થેલેસેમિયા મેજર બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવામાં સહાય કરી છે.થેલેસેમિયાને દુનિયામાં સૌથી વધુ વ્યાપક બ્લડ ડિસોર્ડર ગણવામાં આવે છે. ભારતમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ થાય છે. આવું બનવાનું કારણ એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં માતા-પિતા જાણતા નથી હોતા કે તેમને થેલેસેમિયા મેજર છે. જ્યારે થેલેસેમિયા મેજર ધરાવતા બાળકનો જન્મ થાય છે ત્યારે જ તેમને ખબર પડે છે થેલેસેમિયાની એક માત્ર ક્યુરેટિવ સારવાર હ્યુમન લ્યુકોસાઈટ એન્ટીજન્સ (એચએલએ) મેચ થતો હોય તેવા ડોનરનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ છે.સિમ્સ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ અને સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશને સાથે મળીને વર્ષ ૨૦૧૭માં ભારતને થેલેસેમિયા મુકત બનાવવાની દિશામાં એક કદમ તરીકે બીએમટી યુનિટની સ્થાપના કરી હતી. આ પ્રયાસને, જરૂરિયાતને આધારે તબીબી નૉલેજ, કિલનિકલ મેનેજમેન્ટ સપોર્ટ અને પેશન્ટ ફંડીંગ પૂરી પાડતી ઈટાલી સ્થિત સંસ્થા ક્યોર ૨ ચિલ્ડ્રન (Cure2Children)નો સહયોગ પ્રાપ્ત થયો હતો.  સંકલ્પ સિમ્સ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદના પેડિયાટ્રિક ડીએમટી યુનિટના પ્રોગ્રામ ડિરેકટર ડો. દીપા ત્રિવેદી યાદીમાં જણાવે છે.

(2:25 pm IST)