Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા

વેકસીનેશનને ગતિ આપવા ખાદ્ય તેલનું વિતરણ એએમસી દ્વારા ૧ લીટરના પાઉચનું વિતરણ

અમદાવાદ,તા. ૨૦ : દીવાળી બાદ કોરોના કેસમાં ઝડપથી વૃધ્ધી થઇછે મહામારીની સંભવીત ત્રીજી લહેરથી બચવા અમદાવાદ કોર્પોરેશનને વેકસીન લેનારને ખાદ્ય તેલ આપવાનું જાહેર કર્યું છે. અનેક લોકોને તેનું વિતરણ પણ થઇ રહ્યુ છે.

અમદાવાદ શહેરમાં હાલ ૯ લાખ એવા લોકો છે જે કોરોના વેકસીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા નથી ગયા જ્યારે અનેક એવા પણ છે જેમણે એક પણ ડોઝ નથી લીધો. તેવામાં રસીકરણ માટે મહાનગરપાલીકા દ્વારા ખાસ યોજના બનાવામાં આવી છે. જે હેઠળ વેકસીન ન  લેનાર લોકોને રસી લીધા બાદ ખાદ્ય તેલનું ૧ લીટરનું પાઉચ આપવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસથી અનેક લોકોને ખાદ્ય તેલનું વિતરણ કરાયુ છે. મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટીએ વેકસીન લેવા ઉપર ખાદ્ય તેલ આપવાનું જણાવાયુ છે. મ.ન.પા. મુજબ ત્રીજી લહેરને રોકવા માટે વેકસીન કારગર હથીયારના રૂપમાં છે. મનપાનું લક્ષ્ય ડીસેમ્બર અંત સુધીમાં અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકા રસીકરણ કરવાનું છે. હવે એએમસીની ટીમો ઘરે -ઘરે જઇ વેકસીનેશનના લક્ષ્યને પૂરો કરશે. સાથે રસીકરણ અંગે જાગરૂકતા પણ ફેલાવાશે. 

(1:00 pm IST)