Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

૧૬ હજાર પોલીસ ફોજ અને પરિવાર માટે ટોપ ટુ બોટમ આરોગ્ય ચકાસણીનો પ્રારંભઃ અજય કુમાર ચૌધરી

લોકોની સુરક્ષા માટે પોતાના અને પરિવારના ભોગે ફરજ બજવતા પોલીસ તંત્ર તથા પરિવાર માટે અમદાવાદમાં મેગા આરોગ્ય કેમ્પ : વેલ્ફર પ્રવૃત્તિ માટે જાણીતા સીપી સંજય શ્રી વાસ્તવ, લોકો અને પોલીસ પ્રિય જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી અને વિશાળ તબીબી જ્ઞાન ધરાવતા ડીસીપી ડો.હર્ષદ પટેલ જેવા અનુભવી ત્રિપુટીના આયોજનમાં ટોચના નિષ્ણાત તબીબો અને લેબની સાથ મળ્યો

રાજકોટ તા. ૨૦,  મુખ્યમંત્રીના નિરામય ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ નિયમોના પાલન કરવા માટે કપરી સ્થિતિમાં જેમને પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની જાનના જોખમે ફરજ બજાવવાની છે તેવા પોલીસ ફોજ તથા તેમના પરિવારની ચિંતા કરવાની ફરજ ઉંચ્ચ પોલિસ અધિકારીઓ સાથે રાજ્ય સરકારના ગ્રહ મંત્રી,આરોગ્ય મંત્રી દ્વારા પ્રાથમિકતા આપી પાલનપુર બાદ અમદાવાદમાં ૧૬ હાજર પોલીસ ફોજ તથા પરિવાર માટે અનોખા આરોગ્ય કેમ્પનું આયોજન પોલીસ વેલ્ફેર જેની રાજકોટના સીપી સમયથી પ્રાયોરિટી રહી છે તેવા પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ તથા લોકો સાથે પોલીસ તંત્રમાં જેના પ્રત્યે ખૂબ આદર છે તેવા અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી અને પોતાના તબીબી જ્ઞાનનો લાભ પોલીસ સ્ટાફને મળે તેવા ઉંમદા હેતુ સાથે કાર્યરત ડીસીપી કન્ટ્રોલ રૂમ ડો.હર્ષદ પટેલ દ્વારા આયોજન થતાં સોનામાં સુંગધ ભળી હતી, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ અદભૂત આયોજનની નોંધ આરોગ્યમંત્રી ,રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી, આરોગ્ય સચિવ અને ખાસ કરી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવામાં આવેલ.
 આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં ખૂબ મહત્વની અને નિર્ણાયક ભૂમિકા પોલીસ કમિશનર તથા ડીસીપી કન્ટ્રોલ ડાૅ.હર્ષદ પટેલ સાથે રહી ભજવનાર જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, પોલીસ સ્ટાફની વિશાળ સંખ્યા ધ્યાને રાખી શાહી બાગ પોલીસ હેડ ક્વાટર સાથે પૂર્વ વિભાગમાં ગોમતીપુર ખાતે પણ આયોજન થયેલ, જેથી ફરજ પર સમયસર સ્ટાફ પોચી શકે, બન્ને જગ્યા પર અનુક્રમે ૪૪૭ અને ૩૯૭ પોલીસ તથા પોલીસ પરિવારે લાભ લીધેલ. કેમ્પ પ્રસંગે આરોગ્ય મંત્રી રૂષિકેષભાઇ પટેલ, રાજ્યકક્ષાના ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉંપસ્થિત રહી, પોલીસ દ્વારા ભવિષ્યમાં દેશમાં કોઈ સ્થળે ન હોઈ તેવી ટેકનોલોજીથી સજ્જ વ્યવસ્થા આજ હેડ ક્વાટરમા ઊંભી થનાર હોવાના સંકેત આપ્યા હતા. ઉંકત પ્રસંગે સાંસદ કિરીટભાઇ સોલંકી, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મહા નગર પદા ધિકરીઓ આરોગ્ય કમિશનર વગેરે હાજર રહેલ.
આજથી આધુનીક ઝડપી અને બદલાયેલ જીવનશૈલી આધારીત થતા બીનચેપી રોગો જેવા કે લોહીનું ઉંંચુ દબાણ, ડાયાબીટીસ, મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કીડનીની બિમારી, મેદસ્વીતા, શ્વસનતંત્રના રોગો, હ્દયરોગ અને લકવા જેવી ગંભીર બિમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહયું છે. આ સમસ્યાઓને પહોંચી વળવા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે નિરાયય ગુજરાત અભિયાનનો શુભારંભ બનાસકાંઠાથી કરવામાં આવેલ હતુ. જે અંતર્ગત અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ખાતે મુખ્ય કાર્યક્રમ પોલીસ હોસ્પિટલ, શાહીબાગ ખાતે રાજયના પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના આરોગ્યની ચકાસણી માટે નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
નિરામક ગુજરાત અંતર્ગત આવરી લીધેલ રોગો જેમ કે લોહીનું ઉંંચુ દબાણ (હાઇપરટેન્શન), મધુપ્રમેહ (ડાયાબીટીસ), મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કીડનીની બીમારી, પાંડુરોગ (એનેમીયા), કેલ્શ્યમની ઉંણપને આવરી લેવામાં આવ્યા હતા.
  ઉંકત આરોગ્ય કેમ્પમાં નિષ્ણાત તબીબ, સર્જનની સેવા સાથે કેન્સર સહિત રોગોનું પરીક્ષણ કરી ખરા અર્થમાં આરોગ્ય કેમ્પ યોજાયેલ.

 

(11:22 am IST)