Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અંબાજીમાં મોડીરાત્રે 2. 27 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો :2.6 ની તીવ્રતા નોંધાઈ

કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે: અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારમાં આંચકા અનુ઼ભવાયા

રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી. સુપ્રસિદ્ધ  અંબાજી પંથકમાં પણ મોડરાત્રે ભુકંપના આંચકા અનુ઼ભવાયા હતા.

 અંબાજીમાં રાત્રે 2. 27 કલાક એ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકાથી સૂઈ રહેલા લોકો બહાર પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. રિકટર સ્કેલ પર 2.6 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે.

(11:04 am IST)