Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમદાવાદના બોપલમાં ચાર મકાનમાં રહેતા 15 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકાયા

બોપલના સન સ્કાય પાર્કમાં બી બ્લોકના બીજા માળે આવેલા ૨૦૧થી ૨૦૪ મકાનના ૧૫ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા ચાર મકાનમાં રહેતા પંદર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શહેરમાં હવે કુલ પાંચ સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવાયા છે. બોપલમાં માઇક્રોકન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. શનિવારે ૨૪ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલના સન સ્કાય પાર્કમાં કોરોના સંક્રમણ ફેલાતા બી બ્લોકના બીજા માળે આવેલા ૨૦૧થી ૨૦૪ મકાનના ૧૫ લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.મ્યુનિ.તંત્ર ૨૦ નવેમ્બરે હાઉસ ટુ હાઉસ સર્વે અને સ્ક્રીનીંગની કામગીરી કરશે. ઘર સેવા વેકિસન યોજના હેઠળ કુલ ૩૬૧૮ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા અત્યાર સુધીમાં કુલ ૩૦૫૫ લોકોને રસી આપવામાં આવી છે.

(11:05 am IST)