Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

નવસારી . જિલ્લાના અનેક સ્થળે માવઠું : વાંસદા અને વધઈમાં વરસાદ વરસ્યો

રવીપાક અને ખાસ તો ડાંગરના પાકને વ્યાપક નુકશાનની ભીતિ

નવસારી જિલ્લામાં બપોરથી જ કમોસમી વરસાદ શરૂ થતા રસ્તાઓ પરથી પાણી વહી પડ્યા હતા. જિલ્લાના અનેક સ્થળે વરસાદ નોંધાયો હતો. સાથે જ વાંસદા અને વધઈમાં પણ વરસાદ નોંધાયો. શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. રવીપાક અને ખાસ તો ડાંગરના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

(9:16 am IST)