Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સમારીયા ગામની સીમ માંથી જુગારીયાઓને રાજપીપળા પોલીસે રૂપિયા 10.400 ના મુદામાલ સાથે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમરકસિંહ નર્મદા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક  રાજેશ પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ નર્મદા પ્રો.પોલીસ ઈન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોમાં અ.હે.કો. તરૂણભાઇ રમેશભાઇ ને ખાનગી રાહે બાતમી મળેલ કે સમારીયા ગામની સીમમા લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો હાર જીતનો પત્તા પાનાનો જુગાર રમી રહેલ છે જેવી બાતમી આધારે પ્રો.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ જોતા કેટલાક ઇસમો કુંડાળુવળી બેસેલ હોય જેથી સદર જગ્યા ઉપર કોર્ડન કરતા પાંચ ઇસમો પકડાઇ ગયેલ હોય જે શખ્શોના નામ ( ૧ ) સંજયભાઇ ચતુરભાઇ તડવી તથા ( ૨ ) કમલેશ ભાઇ સુમનભાઇ તડવી ( ૩) નરેશ ભાઇ મનાભાઇ તડવી(તમામ રહે મોટાઆંબા તા. ગરૂડેશ્વર)  તથા ( ૪ ) શૈલેષભાઇ ભગવાનભાઇ તડવી તથા ( પ ) રવિન્દ્રભાઇ ઉર્ફે રવો અંબાલાલ તડવી ( ૬ ) યશપાલ ઉર્ફે એવો ભાનુભાઇ તડવી( રહે.સમારી) ( ૭ ) હેમંતભાઇ ઉર્ફે પસો ભાનુભાઇ તડવી (રહે.સમારીયા) ( ૮ ) અર્જુનભાઇ નટવરભાઇ તડવી( રહે.સમારીયા)( ૯ ) સુરેશભાઇ ઉર્ફે કાકો મગનભાઇ તડવીનાઓ રહે. સમારીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા ( ૧૦ ) સુરેશભાઇ રતિલાલા વસાવા( રહે.સુંદરપુરા તા.નાંદોદ જી.નર્મદા)ની અંગ ઝડતી તથા દાવ ઉપરના કુલ કિમત.૧૦.૪૦૦મુદામાલ સાથે પકાડાયેલ  જુગારીયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)