Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સાગબારા તાલુકાના મહુપાડા ગામે મહાનુભાવોના વરદ હસ્તે ''મોલહોબાઈ'' પુસ્તકનું લોકાર્પણ થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાના મહુપાડા મુકામે મોલહોબાય પુસ્તકના વિમોચન પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સંજય પ્રસાદ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર, ડૉ. મુરલી ક્રિષ્ના આદિજાતિ વિભાગના સચિવ અને ડો.પ્રો. મધુકર પાડવી ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિના વરદ હસ્તે "મોલહોબાય ગિંબદેવ" પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ થયો.


 ડૉ. જિતેન્દ્ર વસાવા દ્વારા સંપાદિત સંશોધિત "મોલહોબાય ગિંબદેવ" પુસ્તક દેહવાલિ ભિલી પૂરાકથાનું બહુભાષિક પુસ્તક છે. આ પ્રસંગે આદિવાસી સુપ્રસિદ્ધ કલાકાર રાયસિંગ મામા, સિવરામ મામા, નમુ રોડાલી જગન નાઈક (આદિવાસી ગીતકાર), કાંતિલાલ વસાવા ( આદિવાસી ચિત્રકાર ) આ સર્વને સન્માનપત્ર અને સાલ ઓઢાડી રોકડ પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 ચૂંટણી કમિશનના નાયબ સચિવ, પ્રાંત અધિકારી, મામલતદાર સાગબારા, અશોક ચૌધરી, અમરસિંહ ચૌધરી, દિલીપ ગામીત, ઉપલ ચૌધરી, લાલસિંગ ગામીત, ડૉ. ભાનુબેન વસાવા, ડૉ. અસ્વિન વસાવા, ડૉ. નીતિન ચૌધરી, અમિત ચૌધરી, પ્રતાપ વસાવા, ડૉ. શાંતિકર વસાવા, ડૉ. દયારામ વસાવા, ગૌતમ વસાવા, નાનસિંગ વસાવા, ભીખાભાઇ તડવી, રમેશ તડવી, અનિલ વસાવા, ફુલસિંગ વસાવા, સદાનંદ વલવી, ઠાકોરભાઇ ચૌધરી, અનુપમા ચૌધરી, મહેશભાઈ વસાવા, મંગુભાઇ વસાવા વગેરે તથા આસપાસના ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. આનંદ વસાવા દ્વારા કરવામા આવ્યું હતુ.

(10:04 pm IST)