Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજવલિત કરવાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો : ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ

મુનસર તળાવની વચ્ચે મુનસરી માતાજી અને વડલાવાળા મેલડી માતાજીના મંદિર ને પણ રોશનીથી શણગારવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજવલિત કરવાનાં કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો. આ પ્રસંગે મુનસર તળાવની વચ્ચે મુનસરી માતાજી અને વડલાવાળા મેલડી માતાજીના મંદિર ને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ.  મુનસરી માતાજી અને વડલાવાળા મેલડી માતા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના. તેમ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું.

(9:04 pm IST)