Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં રાત્રી કરફ્યુમાં પેટ્રોલ પમ્પ, સીએનજી સ્ટેશન ખુલ્લા રખાશે : LPG રાંધણ ગેસની સુવિધા પણ ચાલું રહેશે.

અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સત્તાવાર જાહેરાત

અમદાવાદ :દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યે થી સવારના 6 વાગ્યે સુધી જારી કરેલા કરફ્યુમાં પેટ્રોલપંપ ચાલું રહેશે. આ સિવાય LPG રાંધણ ગેસની સુવિધા પણ ચાલું રહેશે.

અમદાવાદ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે જનતા કરફ્યુના સમયગાળામાં પેટ્રોલ, ડીઝલ, અને LPG રાંધણ ગેસ સિલિન્ડરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ સિવાય CA, NIC સહિતની પરીક્ષા આપનાર ઉમેદવારોને ફરફયુમાં પણ હોલ ટીકીટ અને જરૂરી દસ્તાવેજ બતાવી જવા દેવામાં આવશે.

 રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા જનતા કરફ્યુના આદેશ બાદ શહેરમાં એસટી બસ સેવા પણ કરફ્યુના સમયગાળા દરમીયાન બંધ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે

(8:17 pm IST)