Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રવિવારે જીટીયુ પી.એચડીની યોજાનારી એન્ટ્રન્સ પરીક્ષા કર્ફયૂના કારણોસર મોકૂફ

પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જીટીયુની વેબસાઇટ પર જાહેર કરાશે

વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરમાં તા. 20 નવેમ્બરથી રાત્રીના 9૦ કલાકેથી તા. 23 નવેમ્બરે સવારના 6 કલાક સુધી સંપૂર્ણ કર્ફયૂ જાહેર કરવામાં આવેલ છે. તેને ધ્યાનમાં લઇને તથા સરકારના આદેશાનુસાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના તમામ વિભાગો અને સેન્ટરર્સ બંધ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 22 નવેમ્બર રવિવારના રોજ જીટીયુ પી.એચડીની યોજાનારી એન્ટ્રન્સ પરીક્ષા કર્ફયૂના કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે. પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં જીટીયુની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેમ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું છે

   તેમણે જણાવ્યું છે કે, જીટીયુની વિવિધ વિદ્યાશાખા 1 ) Architecture, 2) Armament Engineering, 3) Biomedical Engineering, 4) Biotechnology, 5) Chemical Engineering, 6) Civil Engineering, 7) Computer/IT Engineering 8) Computer Science 9) Electrical Engineering 10) Electronics & Communication Engineering 11 ) Environment Engineering 12 ) Humanity-English 13 ) Instrumentation & Control Engineering 14 ) Management 15 ) Mechanical Engineering 16 ) Metallurgy Engineering 17 ) Mining Engineering 18) Pharmacy 19) Science-Chemistry 20 ) Science-Mathematics 21 ) Science-Physics 22 ) Textile Engineeringના 1500થી વધુ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના હતા. કરફયુના કારણે આ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. તેની હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષાની ઓન લાઇન પરીક્ષાની તારીખો પણ સંજોગોવશાત વારંવાર બદલવી પડી હતી. આખરે આ પરીક્ષા લેવાઇ ગઇ છે. ત્યાં ફરી પાછું અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોમાં થયેલા સંક્રમણના કારણે કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળતાં અમદાવાદ શહેરમાં આજે રાત્રિના 9 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધી કરફયુ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારપછી રોજ રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ રાખવાની જાહેરાત કરાઇ છે. આમ અમદાવાદ શહેર જેવી સ્થિતિ રાજયના અન્ય શહેરોમાં થતાં ત્યાં પણ કરફયુ લાદવાની વિચારણાં હાથ ધરાઇ છે. આમ ગુજરાત ફરી એક વાર કોરોનાના કેસોમાં અગ્રતાક્રમ તરફ જઇ રહ્યું છે.

(8:06 pm IST)